40.2 C
Gujarat
Friday, May 15, 2026
spot_img

ગૌ સન્માન અભિયાન અંતર્ગત સુખસર મામલતદારને આવેદનપત્ર અપાયું.

સુખસર ખાતે ગૌ સન્માન અભિયાન અંતર્ગત ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેમજ ગૌવંશના સંરક્ષણ માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે સુખસર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન સુખસર તાલુકાના વિવિધ સમાજના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ તથા આર.એસ.એસ.ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગાય માતાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને પ્રાચીન સમયથી ગૌસેવા અને ગૌરક્ષા આપણા ધર્મ અને સંસ્કારનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે.
કાર્યકર્તાઓએ આવેદનપત્ર મારફતે સરકાર સમક્ષ માંગણી કરી હતી કે ગાય માતાના સંરક્ષણ માટે વિશેષ કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવે તેમજ ગૌવંશની સુરક્ષા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વધુ અસરકારક પગલાં લેવામાં આવે. સાથે જ ગામડાં અને શહેરોમાં નિરાધાર ગૌવંશ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.
મામલતદાર કચેરી ખાતે આપવામાં આવેલા આ આવેદનપત્ર દરમિયાન કાર્યકર્તાઓએ ગાય માતા પ્રત્યે આસ્થા અને સન્માન વ્યક્ત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.
આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ, આર.એસ.એસ. તથા સ્થાનિક ગૌભક્તો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
22,800SubscribersSubscribe
- Advertisement -spot_img

તાજેતરના લેખો