ગવા ડુંગરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સ્થાનિક નેતાઓ તેમજ કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાઈ હતી.
આ પ્રસંગે ગવા ડુંગરા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ભરતભાઈ વીરસીંગભાઇ ડીંડોર તથા જિલ્લા પંચાયત સીટના ઉમેદવારસોનલ બેન મછાર હાજર રહ્યા હતા અને જનતાને વિકાસના મુદ્દાઓ પર સમર્થન આપવા અપીલ કરી હતી.
બેઠકમાં પાર્ટી પ્રમુખ ભાવેશભાઈ ડામોર, લાલાભાઈ સુવર, મહેશભાઈ લબાના, પ્રવીણભાઈ લબાના અને ઋષિભાઈ લબાના સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ગવા ડુંગરા ગામના સરપંચશ્રી તેમજ કાર્યકરો દ્વારા ઉમેદવારોને જોરદાર સમર્થન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યકક્ષા મંત્રી રમેશભાઈ કટારાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા વિકાસ અને જનકલ્યાણના કાર્ય માટે પ્રતિબદ્ધ રહી છે. તેમણે મતદારોને અપીલ કરી કે તેઓ ભાજપના ઉમેદવારોને જીતાડીને વિકાસની ગતિ વધુ તેજ બનાવે.
બેઠક દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને આગામી ચૂંટણીમાં ભાજપને બહુમતી અપાવવા માટે સંકલ્પ લેવાયો હતો.





