દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના ઢઢેલી ગામ નજીક શનિવારે રાત્રી ના સમયે એક ઘઉં ભરેલી આઇસર ગાડી (નંબર: GJ-02-XX-5958) અચાનક નિયંત્રણ ગુમાવી પલટી ખાઈ જતા આ દુર્ઘટના બની હતી.
પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત રાત્રિ naઆશરે 1:00 વાગ્યાની આસપાસ બન્યો હતો. ગાડીમાં કુલ 18 લોકો સવાર હતા, જેમાંથી એક 12 વર્ષીય બાળકે ઘટનાસ્થળે જ પ્રાણ ગુમાવ્યા હતા. મૃતકનું નામ બારીયા રાહુલભાઈ ચીમનભાઈ હોવાનું જાણવા મળ્યું છે. બાળકે અકાળે જીવ ગુમાવતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
અકસ્માત માં ઇજા પામેલા અન્ય 17 લોકોને તાત્કાલિક સારવાર માટે ઝાલોદની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી રાધિકા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબો દ્વારા તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.
અકસાન બનતાની સાથે જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થયા હતા અને બચાવ કામગીરીમાં સહભાગી બન્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ઘાયલોને બહાર કાઢી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.




