
દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુખસર પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન સુખસર પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એસ. વરૂ દ્વારા પુષ્પગુચ્છ આપી તેમનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ સ્ટાફ દ્વારા સલામી અને પરેડ દ્વારા પોલીસ અધિક્ષકને માન-સન્માન આપવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકે સુખસર પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ સાથે બેઠક યોજી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પાર પાડવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને કોઈપણ અનિચ્છનીય ઘટના કે બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રાખવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા કડક સૂચનો આપ્યા હતા.
આ ઉપરાંત, ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા, સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવા તથા લોકોમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટાફને સજાગ રહેવા જણાવ્યું હતું.
રિપોર્ટર: અબ્દુલ લતીફ મોઢિયા




