40.2 C
Gujarat
Friday, May 15, 2026
spot_img

સુખસર મામલતદાર કચેરીએ ઉમેદવારોનો ભારે ઘસારો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો.

સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈ રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. તેની વચ્ચે આજે સુખસર ખાતે આવેલી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને તેમના સમર્થકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. સવારથી જ કચેરી પરિસરમાં ભારે ઉત્સાહ અને રાજકીય ચહલપહલ છવાઈ ગઈ હતી.
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાના પ્રથમ તબક્કામાં જ મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા. ઉમેદવારો દ્વારા ઢોલ-નગારા, વિજય ઘોષણા અને રોડ શો સાથે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ચૂંટણીમય બન્યો હતો.
રાજકીય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકો વચ્ચે સ્પર્ધાત્મક માહોલ જોવા મળ્યો હતો. દરેક પક્ષ પોતાના ઉમેદવારોને વધુમાં વધુ સમર્થન અપાવવા પ્રયાસરત દેખાયો હતો.
આંકડાકીય રીતે જોવામાં આવે તો તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો માટે ભાજપના 27, કોંગ્રેસના 26 અને આમ આદમી પાર્ટીના 17 એમ કુલ 71 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જ્યારે જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે ભાજપના 5, કોંગ્રેસના 4 અને આમ આદમી પાર્ટીના 4 એમ કુલ 13 ઉમેદવારી ફોર્મ નોંધાયા હતા.
સુખસર મામલતદાર કચેરી ખાતે દિવસભર ચાલેલી આ પ્રક્રિયા દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવ્યો હતો જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
આ રીતે પ્રથમ જ દિવસે ઉમેદવારોનો ઉત્સાહ અને સમર્થકોની ભારે હાજરીથી સ્પષ્ટ થાય છે કે આવનારી ચૂંટણીમાં કઠિન ટક્કર જોવા મળશે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
22,800SubscribersSubscribe
- Advertisement -spot_img

તાજેતરના લેખો