30.9 C
Gujarat
Monday, June 8, 2026
spot_img

દાહોદ જિલ્લા પંચાલ સમાજ હવે ડિજિટલ યુગમાંઝાલોદ ખાતે પંચાલ સમાજની નવી વેબસાઈડનું ભવ્ય લોકાર્પણ.

દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા સમગ્ર પંચાલ સમાજને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવા અને એક ડિજિટલ મંચ પર લાવવાના હેતુથી પંચાલ સમાજની વેબસાઈડનું લોકાર્પણ તા. ૨૬/૦૫/૨૦૨૬ ના રોજ વિશ્વકર્મા મંદિર, ઝાલોદ ખાતે કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લાના આશરે ૬૪ જેટલા ગામોમાં વસતા પંચાલ સમાજના પરિવારો પરસ્પર જોડાઈ શકે, સમાજ વધુ સંગઠિત બની શકે તેમજ સમાજ વિકાસના કાર્યોને નવી દિશા મળે તે શુભ આશય સાથે વેબસાઈડ તૈયાર કરવામાં આવી છે.
વિશ્વકર્મા મંદિર ખાતે યોજાયેલ કારોબારી સભામાં સમાજના આગેવાનો, કાર્યકરો અને મહેમાનોની ઉપસ્થિતિમાં વેબસાઈડ નિર્માતા મયુરભાઈ પંચાલ દ્વારા વેબસાઈડ ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વકર્માના જયઘોષ અને તાળીઓના ગડગડાટ વચ્ચે વેબસાઈડનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
મંડળના પ્રમુખ રાજેશભાઈ પંચાલ, મહામંત્રી સુરેશભાઈ પંચાલ, કાર્યાધ્યક્ષ હસમુખભાઈ પંચાલ, સિની ઉપપ્રમુખ અનિલભાઈ પંચાલ તેમજ આઈ.ટી. કન્વીનર કૌશિક પંચાલ અને હેમલ પંચાલ દ્વારા સમાજજનોને શુભેચ્છાઓ પાઠવી જણાવાયું હતું કે આવનારા સમયમાં નવા અપડેટ સાથે સમાજ વિકાસના કાર્યોને વધુ મજબૂત બનાવવામાં આવશે.
અંતમાં ઉપસ્થિત તમામ આગેવાનો, કાર્યકરો તથા સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ યજમાન ઝાલોદ પંચાલ સમાજનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
22,800SubscribersSubscribe
- Advertisement -spot_img

તાજેતરના લેખો