દાહોદ શહેર ખાતે આજરોજ દાહોદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખશ્રી મીનાક્ષીબેન પુનમભાઈ નીનામા તથા ઉપપ્રમુખશ્રી જુગલબેન ચિરાગભાઈ પંડ્યા નો પદગ્રહણ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનો તેમજ શહેરના નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
આ પ્રસંગે સ્નેહલભાઈ ધરિયા, મહેશભાઈ ભુરીયા, મહેન્દ્રભાઈ ભાભોર સહિત ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ દાહોદ નગરપાલિકાના તમામ ચૂંટાયેલા કાઉન્સિલરો, શહેરના સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં દાહોદની લોકપ્રિય જનતાએ હાજરી આપી નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ દાહોદ શહેરના વિકાસ, સ્વચ્છતા, સુવિધાઓમાં વધારો અને જનતાની સમસ્યાઓના ઝડપી નિવારણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખએ પણ દાહોદ શહેરના સર્વાંગી વિકાસ માટે સૌના સહકાર સાથે કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને આનંદમય વાતાવરણમાં પૂર્ણ થયો હતો.



