40.2 C
Gujarat
Friday, May 15, 2026
spot_img

કરોડિયા બાયપાસ નજીક જનતા ઓટો ગેરેજમાં અકસ્માત, મોટો અનર્થ ટળ્યો.

કરોડિયા બાયપાસ રોડ પર બલૈયા રોડ ચોકડી નજીક આવેલ પ્રજાપતિ બાબુભાઈ કુકાભાઈની “જનતા ઓટો ગેરેજ” દુકાનમાં અચાનક અકસ્માત સર્જાતા થોડી ક્ષણો માટે હડકંપ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, એક વાહન અચાનક બેક થતા ગેરેજમાં ઘૂસી ગયું હતું.
આ ઘટનામાં ગેરેજમાં નુકસાન થયું હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. વાહનના ડ્રાઈવર હુસેનભાઈએ જણાવ્યા મુજબ, રસ્તા પર રમતા બાળકોને બચાવવા માટે તેમણે તાત્કાલિક રીતે વાહન હટાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ગાડી બેક થઈને ગેરેજમાં ઘૂસી ગઈ હતી.
સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ, ઘટના અચાનક બનતા આસપાસ ભીડ એકત્રિત થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા.
આ અકસ્માતમાં માત્ર દુકાનને નાનું-મોટું નુકસાન થયું છે, પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં થોડો સમય તણાવનો માહોલ રહ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
22,800SubscribersSubscribe
- Advertisement -spot_img

તાજેતરના લેખો