
આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જગદીશ વિશ્વકર્મા દ્વારા સંભાળવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા।
કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું અનોખા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત ફૂલહારની જગ્યાએ તેમને 12,000 ચોપડાઓ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું।
આ પ્રસંગે રાજ્યકક્ષા મંત્રી રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર, તેમજ ભાજપના મંત્રી શંકરભાઈ અમલીયાર સહિત જિલ્લાના ભાજપ પ્રમુખ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ફતેપુરા, સંજેલી અને સુખસર તાલુકાના કાર્યકરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા સરપંચો તથા જનસમૂહે મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।
કાર્યક્રમને સંબોધતા રાજ્યકક્ષા મંત્રી રમેશભાઈ કટારાએ સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને PM Kisan Samman Nidhi યોજનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ખેડુતોના ખાતામાં સીધી સહાયરૂપે રૂ. 2000 જમા કરવામાં આવે છે, જેનાથી ખેડૂતોને આર્થિક રીતે મોટી મદદ મળે છે।
કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુખસર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ. વરૂ તથા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો।
આ સમગ્ર સંમેલન ભાજપના સંગઠન શક્તિના પ્રદર્શન તરીકે નોંધાયું હતું, જેમાં કાર્યકરોમાં નવા ઉમંગ અને ઉત્સાહનો સંચાર થયો



