
સુખસર તાલુકાના હડમત ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી અત્યંત ઉત્સાહ અને દેશભક્તિભાવ સાથે યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને સલામી, રાષ્ટ્રગાન તથા ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુખસર મામલાદાર શ્રી ભગોરા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે “દીકરીને સલામ – દેશને નામ” અભિયાન અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલી દીકરીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું, જે દીકરીઓના શિક્ષણ પ્રત્યે પ્રેરણારૂપ સાબિત થયું હતું.
કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સ્વાગત ગીત, દેશભક્તિ ગીત ‘માતુજે સલામ’, દેશભક્તિ ગીત ‘સંદેશે આતે હૈ’, ગુજરાતી લોકગીત તેમજ આદિવાસી લોકનૃત્ય ‘ટીમલી’ દ્વારા ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ પ્રસંગે હડમત ગામના સરપંચ શ્રી, ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ હડમત પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અશોકકુમાર ડામોર, શાળાનો સમગ્ર સ્ટાફ, ભૂલકાઓ તથા આજુબાજુની શાળાઓમાંથી પધારેલા શિક્ષકગણોની નોંધપાત્ર હાજરી રહી હતી.
કાર્યક્રમ દરમિયાન શાંતિ અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર સુખસર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી એમ.એચ. દામા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
બાળકોના ઉત્સાહ અને પ્રોત્સાહન માટે સુખસર મામલાદાર શ્રી ભગોરા સાહેબ દ્વારા ₹5001નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
તે ઉપરાંત હડમત ગામના સરપંચ શ્રી દ્વારા ₹501, સરપંચશ્રીની દીકરી પુષ્પાબેન દ્વારા ₹501, તેમજ ગામના આગેવાનો દ્વારા પણ અલગ-રીતે ₹501ના પ્રોત્સાહક ઇનામોની જાહેરાત કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે બાળકોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને સૌએ બિરદાવ્યું હતું અને રાષ્ટ્રપ્રેમ, સંસ્કૃતિ તથા એકતાનો સંદેશ આપતી આ ઉજવણી હડમત ગામ માટે ગૌરવપૂર્ણ બની રહી હતી




