દાહોદ:
દાહોદ જિલ્લામાં દારૂબંધી અમલવારીને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેકપોસ્ટ પર ઝાલોદ પોલીસ દ્વારા દારૂબંધી સામે મોટી સફળ કાર્યવાહી કરવામાં આવી હતી. તા. 14 જાન્યુઆરી 2026ના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ·ેટા ગાડીમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટના ઇલિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા અને ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી શ્રી ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિયમિત વાહન ચેકિંગ દરમિયાન ઝાલોદ પોલીસની ટીમે શંકાસ્પદ ·ેટા ગાડી નંબર GJ-06 PJ-5851ને અટકાવી તપાસ કરતાં ગાડીમાંથી કુલ 1296 બોટલ ભારતીય બનાવટનો ઇલિશ દારૂ મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પર જ દારૂ, દારૂ હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ગાડી તેમજ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 13,02,644/- કિંમતનો પ્રતિબંધિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે બે આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં પ્રકાશ રતનલાલ ડાંગી અને ધર્મેશ રૂપલાલ ડાંગી (રહે. રખીયાવલ, તા. માવલી, જી. ઉદેપુર – રાજસ્થાન)નો સમાવેશ થાય છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલ એક અન્ય આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેને ઝડપી પાડવા પોલીસે અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર કાર્યવાહી ઝાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.જે. ગામીત અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પોલીસ વિભાગે દારૂબંધીનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી છે અને નાગરિકોને પણ આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી આપવા અપીલ કરી છે, જેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બની રહે.



