23.9 C
Gujarat
Wednesday, March 4, 2026
spot_img

પીપલોદ પોલીસ દ્વારા ભથવાડા ટોલનાકા નજીકથી પ્રોહીબિશનનો મોટો કેસ ઝડપાયો, રૂ. 3.35 લાખનો મુદ્દામાલ જપ્ત

દાહોદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ તથા અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ પીપલોદ પોલીસ દ્વારા સતત અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લીસ્ટેડ બુટલેગરો અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહીનો સિલસિલો યથાવત ચાલુ છે.

આ અનુસંધાને પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જી.બી. રાઠવા તથા સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ પ્રોહીબિશન અને જુગાર સંબંધિત વાહન ચેકિંગ કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અ.પો.કો રાજેશભાઈ ભગવાનભાઈ (બેજ નં. 1242) ને બાતમી મળી હતી કે એક સફેદ રંગની ટોયોટા કંપનીની કોરોલા ગાડી રજી. નં. MH-01-AH-7818 માં ઇંગ્લિશ દારૂ ભરી દાહોદ તરફથી પીપલોદ તરફ આવી રહી છે.

મળેલ બાતમીના આધારે તાત્કાલિક ભથવાડા ટોલનાકા ખાતે વાહન ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન સંદર્ભિત ટોયોટા કોરોલા ગાડી અટકાવી તપાસ કરતા ગાડીના પાછળના ડેકીના ભાગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ તેમજ છૂટ્ટી બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પર જ કાયદેસરની કાર્યવાહી કરી પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધ્યો હતો.

વીડીઓ જુવો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
22,800SubscribersSubscribe
- Advertisement -spot_img

તાજેતરના લેખો