23.9 C
Gujarat
Wednesday, March 4, 2026
spot_img

77મા પ્રજાસત્તાક પર્વે સુખસર ગામ દેશભક્તિમય બન્યું, ગ્રામ પંચાયત અને પોલીસ સ્ટેશન ખાતે ભવ્ય ધ્વજવંદન.

સુખસર – 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સુખસર ગામમાં ગ્રામ પંચાયત તેમજ સુખસર પોલીસ સ્ટેશન ખાતે સરપંચના અધ્યક્ષ સ્થાને ભવ્ય, શિસ્તબદ્ધ અને ગૌરવપૂર્ણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સુખસર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગામમાંથી આમંત્રિત ડેપ્યુટી સરપંચ, તેમજ ગામના આગેવાનોમાં કયુમભાઈ સિસોલી, ગફારભાઈ સહિત નામે–અનામે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સૌની હાજરીમાંરાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીત ગૌરવપૂર્વક ગવાયું હતું. ધ્વજવંદન સમયે સમગ્ર પરિસરમાં દેશભક્તિ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો.
આ ધ્વજવંદન કાર્યક્રમમાં સુખસર ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર ગામ દેશપ્રેમના રંગે રંગાઈ ગયું હતું. કાર્યક્રમમાં સુખસર કૃષિ શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ તડવી, વિરેન્દ્રભાઈ તાવીયાડ, શાળાનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત નૂતન વિદ્યાલયના આચાર્યશ્રી, તેમનો સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓની પણ નોંધપાત્ર હાજરી રહી હતી.
સુખસર ગ્રામ પંચાયત અને સુખસર પોલીસ સ્ટેશન ખાતે એકસાથે યોજાયેલા આ ધ્વજવંદન કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, સુરક્ષિત તથા શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો હતો.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ પ્રસરી ગયો હતો અને એવું લાગી રહ્યું હતું કે આખું સુખસર ગામ દેશભક્તિમય બની ગયું હોય એવો માહોલ સર્જાયો હતો. ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમને ભારે ઉત્સાહ અને આનંદ સાથે આવકાર આપવામાં આવ્યો હતો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
22,800SubscribersSubscribe
- Advertisement -spot_img

તાજેતરના લેખો