23.9 C
Gujarat
Wednesday, March 4, 2026
spot_img

14 ફેબ્રુઆરીને ‘માતા-પિતા પૂજન દિવસ’ તરીકે ઉજવવા આસારામ બાપુ ના અનુયાયીઓની વિશાળ વાહન રેલી.

સંત શ્રી પરમ પૂજ્ય આસારામ બાપુના વિચારધારા અનુસાર 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડે તરીકે નહીં પરંતુ “માતા-પિતા પૂજન દિવસ” તરીકે ઉજવવાની અપીલ સાથે તેમના ભાવિક ભક્તો દ્વારા વિશાળ વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાહન રેલી બાપુના આશ્રમથી શરૂ થઈ વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી.
રેલી દરમિયાન ભક્તોએ અંગ્રેજી સંસ્કૃતિથી દૂર રહેવા અને ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર તથા પરિવાર મૂલ્યોને અપનાવવાનો સંદેશ આપ્યો હતો. સંત શ્રી આસારામ બાપુની વિચારધારા મુજબ માતા-પિતા પ્રત્યે શ્રદ્ધા, આદર અને વ્યક્ત કરવી એ ભારતીય સંસ્કૃતિની મૂળ ભાવના હોવાનું રેલીમાં દર્શાવવામાં આવ્યું હતું.
વાહન રેલીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રેલી દરમિયાન બેનરો, પોસ્ટરો અને સૂત્રોચ્ચાર દ્વારા “માતા-પિતા પૂજન દિવસ” ઉજવવાનો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો. ભક્તોએ જણાવ્યું હતું કે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવમાં આવીને વેલેન્ટાઈન ડે ઉજવવાને બદલે ભારતીય સંસ્કૃતિ અનુસાર પરિવાર અને માતા-પિતાને પ્રાધાન્ય આપવું જરૂરી છે.
આ રેલીનો હેતુ યુવાપેઢીને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવાનો, માતા-પિતાની મહત્તા સમજાવવાનો અને સમાજમાં સંસ્કારજન્ય જાગૃતિ લાવવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
22,800SubscribersSubscribe
- Advertisement -spot_img

તાજેતરના લેખો