હડમત મુખ્ય પ્રાથમિક શાળા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં Alto કાર નંબર GJ-20-AH-2914 અને GJ-35-B-7442 સામેલ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ ગંભીર જાનહાની થઈ નથી.
પ્રાપ્ત માહિતી મુજબ હડમત પ્રાથમિક શાળા નજીક હાઈવે પર એક Alto કાર ઊભી રાખવામાં આવી હતી. તે દરમિયાન ઝાલોદ તરફથી આવતી બીજી કાર ચાલકે વાહન પર કાબુ ગુમાવતા ઊભેલી કારને ધડાકાભેર ટક્કર મારી હતી. બંને કારો વચ્ચે જોરદાર અથડામણ થતાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.
અકસ્માતની તીવ્રતા એટલી હતી કે બીજી કારના એરબેગ પણ ખુલ્લા પડી ગયા હતા. ધડાકાભેર થયેલી અથડામણને કારણે મોટી જાનહાની થવાની શક્યતા હતી, પરંતુ સદનસીબે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી. અકસ્માતમાં લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે, જોકે કોઈને પણ જીવલેણ ઈજા થઈ નથી.
અકસ્માતની જાણ થતા જ સુખસર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રિત કરી વાહનો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.




