25.5 C
Gujarat
Tuesday, March 3, 2026
spot_img

સુખસર તાલુકાના બલૈયા ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું, પંચ પરિવર્તનના સંદેશ સાથે રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો આહ્વાન.

સુખસર તાલુકાના બલૈયા ગામે તા. 28 ફેબ્રુઆરી 2026ના રોજ વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુખસર અને ફતેપુરા તાલુકાના સમાવિષ્ટ મંડળ તથા કેન્દ્રો — બલૈયા, રૂપાખેડા અને કંકાસીયા દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર આ સંમેલન “પંચ પરિવર્તન”ના સંદેશ સાથે રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો મુખ્ય હેતુ રાખીને યોજાયું હતું.
સંમેલન બપોરે ત્રણ વાગ્યે શરૂ થયું હતું. કાર્યક્રમની શરૂઆત બલૈયા ગામના લીમડા ચોકથી મહાદેવ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા દ્વારા કરવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન ધાર્મિક જયઘોષ અને દેશભક્તિના નાદ સાથે સમગ્ર ગામનું વાતાવરણ રાષ્ટ્રમય બન્યું હતું.
મહાદેવ મંદિર ખાતે અગ્નિ સમક્ષ ભગવાનને પ્રાર્થના અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલા સંમેલનમાં ધાર્મિક અને રાષ્ટ્રભાવનાના સંસ્કારો, સમાજજીવન સાથે સંકળાયેલા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વક્તાઓએ આત્મનિર્ભર જીવનનીતિ, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક એકતા જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે આરતી અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલમાં પૂર્ણ થયો હતો.
આ વિરાટ હિન્દુ સંમેલન દ્વારા સમાજમાં રાષ્ટ્રપ્રેમ, સાંસ્કૃતિક મૂલ્યો અને સામાજિક જવાબદારીનો સંદેશ પ્રસરી રહ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
22,800SubscribersSubscribe
- Advertisement -spot_img

તાજેતરના લેખો