સરકારના આપેલા મકાનમાં અન્ય નામ ફેરફાર કરવાની સત્તા કોને આપી?
આવા કેટલાય કામ કરી રોકડી કરી? તપાસ કરવામાં આવે તો મસમોટુ કોભાંડ બહાર આવે તેમ છે.
સંજેલી ગ્રામ પંચાયત ખાતેના કથિત ઓડિયો વિડિયો થયા વાયરલ
સંજેલી નગરના માંડલી રોડની પાછળ સેલોત ભુરાભાઈ મનજી ભાઈનું ઘર વિહોણામાં ફાળવેલ મકાન ગુંડાલા ઇલિયાસ ગુલામના નામે કરવા લાચની માંગ કરાઈ હોવાનો કરાયો આક્ષેપ
તલાટી દ્વારા અરજદાર પાસેથી 20,000 હજાર માંગણી કરવામાં આવી હતી અને અરજદારને ઓનલાઇન કોમ્પ્યુટરમાંથી વેરા પોચ અને આકારણી પણ કાઢી આપી હતી
ત્રણ મહિના પછી અરજદાર ફરી આકારણી લેવા જતા રેકર્ડ પર નામ ન આવ્યું હોવાનું સામે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો
આ બાબતે તલાટી રાહુલ પરમાર સાથે અરજદારના ભાઈએ વાત કરતા તલાટી એ કહ્યું હમણાં બધાને ખબર પડી ગઈ છે હમણાં તમે શાંતિ રાખો તમારા પૈસા લીધા છે કામ થઈ જશે
આ બાબતનો ઓડિયો અને વિડિયો પણ વાયરલ થયા
અરજદાર દ્વારા સંજેલીના vc ઓપરેટટ પંકજ તાવીયાડને આ બાબતે પૂછતાં રાહુલ સાહેબે નામ નાખવાનું અને નામ હટાવવાની વાત કરી હોવાનું પણ વિડિયો વાયરલ થયો
જોકે કામ નહીં થયું હોવાથી તલાટી પરત રૂપિયા પાછા આપવાની વાત કરતો હોવાનું પણ ઓડિયો વાયરલ થયો
બનાવ અંગે સ્પષ્ટ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી




