ફતેપુરા તાલુકાના BRC ભવન ફતેપુરા દ્વારા વરુણાશ્રમ, સુખસર ખાતે દિવ્યાંગ બાળકો માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોને પ્રશસ્ત એપ માટેની સ્ક્રીનિંગ પ્રક્રિયા અંગે તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં કુલ 305 આચાર્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોની યોગ્ય ઓળખ કરી તેમની શૈક્ષણિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સમયસર સહાય અને માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
તાલીમ દરમિયાન IED ટીમ દ્વારા શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પ્રશસ્ત એપના ઉપયોગ, સ્ક્રીનિંગ પ્રક્રિયા અને તેના શૈક્ષણિક મહત્ત્વ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




