27.8 C
Gujarat
Monday, March 2, 2026
spot_img

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ખાતે પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકો ખાતે ખેડૂત જાગૃતિ માટે પ્રાકૃતિક કૃષિ મેળો અને પાક પરિ સંવાદ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ખેડૂત તાલીમ કેન્દ્રના સંયુક્ત આયોજન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યકક્ષા મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યું. તેમણે પ્રાકૃતિક ખેતીના લાભો અને આધુનિક કૃષિ ટેકનોલોજીના ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું.
ભાજપના સંગઠન મંત્રી શંકરભાઈ અમલયારીએ પણ ખેડૂતોને સરકારની યોજનાઓ અને લાભોની માહિતી આપી.
આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પ્રમુખ ભરતભાઈ પારગી, તાલુકાના સભ્યશ્રી, તાલુકાના અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં ફતેપુરા મામલતદાર શ્રી, તાલુકાના વહીવટ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
22,800SubscribersSubscribe
- Advertisement -spot_img

તાજેતરના લેખો