25.5 C
Gujarat
Tuesday, March 3, 2026
spot_img

દાહોદ જિલ્લાના નઢેલાવ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ.

આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાના નઢેલાવ ખાતે ભવ્ય પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિવર્તન સભા ડેડીયાપાડા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
કાર્યક્રમની શરૂઆત ડેડીયાપાડા ના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનું પરંપરાગત આદિવાસી વેશભૂષામાં ભવ્ય સ્વાગત કરીને કરવામાં આવી હતી. આ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા તીર-કામઠા અર્પણ કરી, ફૂલહાર પહેરાવી તથા છાલ ઉડાડી પરંપરાગત રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પરિવર્તન સભાને સંબોધતા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ વિરોધ પક્ષ પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અંગે ખુલાસા કર્યા હતા તેમજ રાજ્યમાં રોજગારની સ્થિતિ, શાળાઓમાં શિક્ષકોની અછત અને શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત સંગઠન મંત્રી શ્રી નરેશભાઈ બારીયાએ પણ પોતાના ભાષણમાં વિરોધ પક્ષ પર કડક પ્રહારો કર્યા હતા. તે ઉપરાંત દાહોદ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ શ્રી કૃષ્ણાભાઈ ડી. ચારેયે પણ પોતાના ઉદબોધનમાં વિરોધ પક્ષની નીતિઓની ટીકા કરી હતી.
પરિવર્તન સભા દરમિયાન ભાજપ અને બાપ પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
22,800SubscribersSubscribe
- Advertisement -spot_img

તાજેતરના લેખો