ઉત્તર પ્રદેશના ઝાંસી શહેરમાંથી માનવતા અને આરોગ્ય વ્યવસ્થાને શરમાવે એવો એક વધુ ગંભીર મામલો સામે આવ્યો છે. મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજની મોર્ચરીમાં રાખવામાં આવેલા એક મહિલા શબ સાથે ફરી એકવાર બેકદરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં મોર્ચરીમાં રહેલા ઉંદરોએ મહિલા શબને કોતરી નાખ્યું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આરોગ્ય વિભાગ અને કોલેજ પ્રશાસન પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મૃત મહિલા શબને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજની મોર્ચરીમાં રાખવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે પરિવારજનો અથવા કર્મચારીઓએ શબ જોયું ત્યારે મહિલા ના ચહેરા અને શરીરના કેટલાક ભાગ ઉંદરોએ કોતરી નાખ્યા હોવાનું સ્પષ્ટ નજરે પડ્યું. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર લોકો ચોંકી ગયા હતા અને પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.

આ કોઈ પહેલો બનાવ નથી. થોડા સમય અગાઉ પણ આ જ મેડિકલ કોલેજની મોર્ચરીમાં શબ સાથે આવી જ પ્રકારની બેદરકારી સામે આવી હતી. વારંવાર આવા બનાવો સામે આવવા છતાં પણ યોગ્ય પગલાં ન લેવાતા હોવાનો આરોપ સ્થાનિક લોકો અને મૃતકના પરિવારજનો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે મેડિકલ કોલેજ જેવી મહત્વપૂર્ણ સંસ્થામાં જો મોર્ચરીની હાલત આવી હોય, તો સામાન્ય હોસ્પિટલોમાં સ્થિતિ કેટલી ખરાબ હશે તે વિચારવાનું વિષય છે.
પરિવારજનોનો આક્ષેપ છે કે શબની યોગ્ય રીતે સંભાળ લેવામાં આવી નહોતી. મોર્ચરીમાં સ્વચ્છતા, સુરક્ષા અને જીવાત નિયંત્રણ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે. ઉંદરોની હાજરી એ બતાવે છે કે મોર્ચરીની જાળવણીમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે.
આ મામલો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ અને કોલેજ પ્રશાસન હરકતમાં આવ્યું છે. પ્રશાસન તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. સાથે જ, મોર્ચરીમાં સફાઈ, ડિસઇન્ફેક્શન અને પેસ્ટ કંટ્રોલની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
તેમ છતાં, આ ઘટનાએ સમગ્ર રાજ્યની આરોગ્ય વ્યવસ્થાની વાસ્તવિકતા સામે લાવી છે. મૃતદેહ સાથે પણ જો માનવિય વ્યવહાર ન થઈ શકે, તો જીવતા દર્દીઓની સુરક્ષા અને સંભાળ અંગે લોકોનો વિશ્વાસ કેવી રીતે ટકી રહેશે તે મોટો પ્રશ્ન બની ગયો છે.
હાલ આ ઘટના રાજકીય અને સામાજિક સ્તરે પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. લોકો માંગ કરી રહ્યા છે કે માત્ર તપાસ અને આશ્વાસન નહીં, પરંતુ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં ફરી કોઈ મૃતકને આવી અમાનવીય સ્થિતિનો સામનો ન કરવો પડે.





jksahdsJKLAFHDSjkafhsAJKLFHSajkldsHAJKLDHSaufjlhsAJKFHGW
xzXz