36.3 C
Gujarat
Sunday, March 15, 2026
spot_img

એન્ટી કરપ્શન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર પ્રવીણભાઈ એલ માલ સાહેબદ્વારા સુખસર પોલીસ સ્ટેશનને દત્તક લેતા મુલાકાત લેવામાં આવી.

સુખસર પોલીસ સ્ટેશન ની આ મુલાકાત દરમિયાન ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી D. R. Patel સાહેબ તથા સુખસર પોલીસ સ્ટેશનના પીઆઇ S. S. Varu ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમ્યાન એડિશનલ ડાયરેક્ટર પ્રવીણભાઈ માલ સાહેબ દ્વારા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ સાથે મુલાકાત યોજી તેમની કામગીરી અંગે માહિતી મેળવી અને વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા કરી હતી. સાથે જ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સ્ટાફને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તેમણે પોલીસ સ્ટેશનમાં દસ્તાવેજી કામગીરી, જનતા સાથે વ્યવહાર અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અંગે સૂચનાઓ આપી હતી. ઉપરાંત પોલીસ સ્ટેશનના પરિસરમાં સ્વચ્છતા જાળવવા તેમજ પાન-ગૂટખાની ગંદકી ન રહે તે બાબતે પણ ખાસ ધ્યાન આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પોલીસ કામગીરીને વધુ સુચારૂ બનાવવા માટે જરૂરી સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
22,800SubscribersSubscribe
- Advertisement -spot_img

તાજેતરના લેખો