23.9 C
Gujarat
Wednesday, March 4, 2026
spot_img

આદિજાતિ વિકાસના સંકલ્પ સાથે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ.

ગાંધીનગર ખાતે આજે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.
બેઠકનો મુખ્ય ઉદ્દેશ જનજાતિ સમુદાયને લગતા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવું તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. બેઠક દરમિયાન શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આવાસ, માર્ગ અને પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધાઓ અંગે વિસ્તૃતચર્ચા કરવામાં આવી હતી.
આદિવાસી વિસ્તારોમાં વિકાસ કાર્યમાં આવતી અડચણો અંગે પ્રતિનિધિઓએ પોતાની રજૂઆતો કરી હતી, જ્યારે મંત્રીઓ અને ધારાસભ્યોએ પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી. સરકાર અને સમાજ વચ્ચે સંવાદ અને સહકારથી આદિજાતિ વિકાસને નવી દિશા આપવા માટે આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
22,800SubscribersSubscribe
- Advertisement -spot_img

તાજેતરના લેખો