લીમખેડા તાલુકા કક્ષાનો કર્તવ્ય બોધ દિવસ કાર્યક્રમ શ્રી રામજી મંદિરની વાડીના સભાખંડમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાના અધ્યક્ષ શ્રી દેશિંગભાઈ તડવીની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી કરીને કરવામાં આવી હતી તથા મુખ્ય મહેમાનોનું પુસ્તક અને પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક પ્રવચનમાં શ્રી નિતેશભાઈ પટેલ દ્વારા સંગઠનનો પરિચય આપતાં સંગઠન દ્વારા હાથ ધરવામાં આવતી શિક્ષક હિત, સમાજ હિત અને રાષ્ટ્ર હિતની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિથી 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ સુધી દેશભરમાં કર્તવ્ય બોધ દિવસ કાર્યક્રમ ઉજવવામાં આવે છે.

આ અવસરે શ્રી જીતેન્દ્રભાઈ ઠાકર (મહામંત્રી – માધ્યમિક સંવર્ગ, ગુજરાત પ્રાંત)એ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવતા રાષ્ટ્રહિતના કાર્યો અંગે માહિતી આપી સંગઠનની પ્રશંસા કરી હતી.
કર્તવ્ય બોધ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે માનનીય શ્રી ભાનુભાઈ પંચાલ (નિવૃત જિલ્લા શિક્ષણાધિકારી, પંચમહાલ જિલ્લો તથા સંયોજક – પંચમહાલ વિભાગ સામાજિક સદભાવ) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વ્યક્તિ નિર્માણ દ્વારા દેશ સેવા, સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન, શિક્ષકોના કર્તવ્યો તેમજ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં શ્રી પ્રકાશભાઈ રાવત (તાલુકા વિકાસ અધિકારી, લીમખેડા), શ્રી સરતનભાઈ ચૌહાણ (જિલ્લા પંચાયત સભ્ય), શ્રી મોહનભાઈ ભાભોર (તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ), શ્રી લક્ષ્મણસિંહ ખાબડ (અધ્યક્ષ – ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ, દાહોદ જિલ્લો), શ્રીમતી કામિનાબેન પટેલ (મહિલા મંત્રી – HTAT સંવર્ગ, ગુજરાત પ્રાંત) સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ શ્રી કિશનસિંહ કોળી, શ્રી રમેશભાઈ કોળી, શ્રી દીપસિંગભાઈ પટેલ, શ્રી ગુલાબભાઈ બારીઆ સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના હોદ્દેદારો, લીમખેડા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી શનુભાઈ ભાભોર, મંત્રી શ્રી હિમાંશુભાઈ પટેલ, સરસ્વત શિક્ષક ભાઈ-બહેનો તેમજ લીમખેડા નગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો તથા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી સફળ રહી હતી.



